અસત્ય પર સત્યના વિજય સમા દશેરા- વિજયા દશમી પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી.રાજ્યમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરમાં યોજાયેલા રાવણદહન અને રામલીલા કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.પંચમહાલ જિલ્લામાં રાવણ દહન, શસ્ત્ર પૂજન ઉપરાંત ભવાઈ સહિતના કાર્યક્રમો યોજાયા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પોલીસ મુખ્યાલય ખાતે શસ્ત્રપૂજા કરવામાં આવી.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વિજયા દશમીની હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. જેમાં લોકો મોટી સંખ્યામાં રામ અને હનુમાન મંદિરમાં જઈને પુજા અરચના કરી હતી. રામની વેશભૂષા ધારણ કરેલા બાળકે રાવણ દહન કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 3, 2025 10:21 એ એમ (AM)
અસત્ય પર સત્યના વિજય સમા દશેરા- વિજયા દશમી પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી