અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમા વિજયાદશમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અનેક સ્થળોએ શસ્ત્ર પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને તેમની
સુરક્ષા-સલામતી સાથે સંકળાયેલા પોલીસ જવાનો સાથે આજે શસ્ત્ર પૂજન કર્યું. સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા શસ્ત્રપૂજન કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી
હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. શસ્ત્ર પૂજન કર્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપી.
કેન્દ્ર શાસિત દમણ પોલીસે તટ રક્ષકના સહયોગથી શસ્ત્ર પૂજા સમારોહનું આયોજન કર્યું. પોલીસ મુખ્યાલય પરિસરમાં આયોજિત આ કાર્યક્રમમાં પરંપરા અને આધુનિકતાનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પણ આજે શસ્ત્ર પૂજન કરાયું. આ ઉપરાંત દશેરાના પર્વ નિમિત્તે લોકો જલેબી ફાફડાની જ્યાફત માણી રહ્યા છે.
Site Admin | ઓક્ટોબર 2, 2025 7:24 પી એમ(PM)
અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમા વિજયા દશમીની દેશભરમાં ઉજવણી-અનેક સ્થળોએ શસ્ત્ર પૂજન કરાયું