તાજેતરમાં અસંખ્ય ફ્લાઇટ રદ થવાને કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ઇન્ડિગોને વિવિધ ક્ષેત્રોમાં તેના ફ્લાઇટ શેડ્યૂલમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.
DGCA એ તેની નોટિસમાં જણાવ્યું હતું કે આ વર્ષે શિયાળાના સમયપત્રક મુજબ, એરલાઇન માટે દર અઠવાડિયે પંદર હજારથી વધુ પ્રસ્થાનોને મંજૂરી આપવામાં આવી હતી. આ નવેમ્બરમાં અપેક્ષિત ચોસઠ હજાર ફ્લાઇટ્સના બદલે ફક્ત સાઠ હજારથી ઓછી ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું.
વધુમાં, એરલાઇનને 403 વિમાનો સાથે શેડ્યૂલમાં 6 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જોકે ઇન્ડિગો વિમાનોનું સંચાલન કરી શકી નહતી.ઉડ્ડયન સંસ્થાએ એરલાઇનને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં સુધારેલ સમયપત્રક રજૂ કરવા જણાવ્યું છે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 2:14 પી એમ(PM)
અસંખ્ય ફ્લાઇટ રદ થવાથી DGCAએ ઇન્ડિગોને ફ્લાઇટ શેડ્યૂલમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો.