અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા છે. સ્પેસએક્સના કેપ્સ્યુલ અવકાશયાનનું અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં સફળ ઉતરાણ થયું છે. ફ્લોરિડા પેનહેન્ડલમાં તલાહસીના કિનારે આ ઘટના બની, જેનાથી બે અવકાશયાત્રીઓ માટે નવ મહિનાની કઠિન પરીક્ષાનો અંત આવ્યો. બંને અવકાશયાત્રીઓએ સ્પેસએક્સના ક્રૂ-9 સાથે નાસાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ સાથે તેમની યાત્રા પૂર્ણ કરી. અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે સુનિતા અને બુચ 9 મહિનાથી વધુ સમય સુધી અવકાશ મથક પર ફસાયેલા રહ્યા હતા. બંનેએ અવકાશમાં 286 દિવસ વિતાવ્યા.અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને સુરક્ષિત ઘરે પરત ફરવાની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ તેમના પત્રમાં શ્રીમતી વિલિયમ્સને અવકાશમાંથી પાછા ફર્યા પછી ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
Site Admin | માર્ચ 19, 2025 8:55 એ એમ (AM)
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફર્યા.