મહેસાણા જિલ્લાનાં ઝુલાસણા ગામનાં વતની અવકાશયાત્રી સુનિતા વિલિયમ આવતી કાલે સવારે પૃથ્વી ઉપર પરત ફરશે. આ અંગે ઝુલાસણ ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી સલામત પરત આવે તે માટે ગ્રામજનોએ પ્રાર્થના શરૂ કરી છે. ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ છે.
Site Admin | માર્ચ 18, 2025 7:38 પી એમ(PM)
અવકાશયાત્રી સુનિતા વિલિયમનાં પૃથ્વી પર સફળ ઉતરાણ માટે વતન મહેસાણાનાં ઝુલાસણમાં પ્રાર્થના અને રામધૂન
