સ્પેસએક્સના ક્રૂ-10 મિશનના સફળ ડોકીંગ પછી નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસકોસ્મોસ અવકાશયાત્રી કિરિલ પેસ્કોવ સાથે આજે સવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચ્યા.
શુક્રવારે ટેક્સાસથી લોન્ચ કરાયેલ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન ભારતીય સમય મુજબ સવારે 9:35 વાગ્યે ISS પર પહોંચ્યું. આ મિશન બે નાસા અવકાશયાત્રીઓ, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વિ ઉપર પરત લાવવા માટેની આશા સાથે નિકળ્યાં છે.
Site Admin | માર્ચ 16, 2025 2:07 પી એમ(PM)
અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને વુલ્મરને પરત લાવવાની પ્રક્રિયાના ભાગરૂપે અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર પહોંચ્યા
