ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 2:24 પી એમ(PM)

printer

અવકાશમાં અટવાયેલાં અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ આવતીકાલે પૃથ્વી પર પરત ફરશે

નવ મહિના કરતાં પણ વધુ સમયથી અવકાશમાં અટવાયેલાં બે અમેરિકન અવકાશયાત્રીઓ આવતી કાલે રાત્રે પૃથ્વી પર પરત ફરશે.
એક નિવેદનમાં અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ જણાવ્યું છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઉપરાંત અમેરિકન તથા રશિયન અવકાશયાત્રી સ્પેસ એક્સનાં ક્રુ ડ્રેગન યાનમાં પરત ફરશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન, 2024થી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ફસાયેલા છે. તેઓ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનની પરિક્ષણ ઉડાન પર ગયા હતા, જેમાં પ્રપલ્ઝન સંબંધિત ખામી સર્જાવાથી તેઓ પૃથ્વી પર પરત આવી શક્યા નહતા.