ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 3:48 પી એમ(PM)

printer

અવકાશમાંથી પરત ફરેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરનો 45 દિવસનો પુનઃવસન કાર્યક્રમ શરૂ

નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માટે નવ મહિના અવકાશમાં વિતાવ્યા પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુકૂલિત થવામાં મદદ કરવા માટે 45 દિવસનું પુનર્વસન શરૂ થયું છે.
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર તેમના લાંબા રોકાણ પછી, અવકાશયાત્રીઓ હવે લાંબા સમય સુધી વજનહીનતાની અસરોનો સામનો કરવા માટે ત્રણ તબક્કાના શારીરિક પુનર્વસનમાંથી પસાર થશે.
સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી માનવ શરીર માટે અનેક પડકારો ઊભા થાય છે, જેમાં વજનમાં ઘટાડો એરોબિક ક્ષમતા, સ્નાયુ શક્તિ, સહનશક્તિ, સંતુલન, સંકલન, હાડકાની ઘનતા અને ન્યુરો-વેસ્ટિબ્યુલર કાર્યનો સમાવેશ થાય છે. આ અસરોનો સામનો કરવા માટે, અવકાશયાત્રી શક્તિ, કન્ડીશનીંગ અને પુનર્વસન (ASCR) નિષ્ણાતોએ અવકાશયાત્રીઓના શારીરિક સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવાના હેતુથી એક સંરચિત પુનર્વસન કાર્યક્રમ વિકસાવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ