ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 23, 2024 7:32 પી એમ(PM) | અલ્હાબાદ વડી અદાલત

printer

અલ્હાબાદ વડી અદાલતે મથુરા શાહી ઈદગાહ—શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલા કેસમાં પોતાના અગાઉના આદેશને રદ કરવાની અરજીને ફગાવી દીધી

અલ્હાબાદ વડી અદાલતે મથુરા શાહી ઈદગાહ—શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલા કેસમાં પોતાના અગાઉના આદેશને રદ કરવાની અરજીને ફગાવી દીધી છે. અદાલતે અગાઉના આદેશમાં આ વિવાદ સાથે જોડાયેલા કેસની સુનાવણી એકસાથે કરવા કહ્યું હતું. આ પહેલા બુધવારે અદાલતે આ અરજી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વિવાદ સંબંધિત તમામ 18 કેસની એકસાથે સુનાવણી કરવાના આદેશ પર પુનઃવિચાર કરવામાં આવે. કારણ કે, દરેક કેસમાં કાયદાકીય આધાર અલગ છે અને અલગ અલગ રાહત માગવામાં આવી છે. આ કેસની સુનાવણી ન્યાયમૂર્તિ મયંકકુમાર જૈનની અધ્યક્ષતામાં થઈ રહી છે, જેમણે આ વર્ષે 11 જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો કે, ન્યાયિક કાર્યક્ષમતા માટે તમામ કેસોની એકસાથે સુનાવણી કરવામાં આવે.