અર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા છે. તેનાથી માન્ય અમેરિકી પ્રવાસી વિઝા ધરાવતા લોકોને અર્જેન્ટિનાના વિઝા માટે અલગથી અરજી કર્યા વગર પ્રવાસ કરવાની છૂટ મળી છે.
આ નિર્ણયનું સ્વાગત કરતા ભારતમાં અર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કૉસિનોએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, આ રાજપત્રિત આદેશ પ્રવાસી વિઝા ધરાવતા ભારતીય નાગરિકોને અર્જેન્ટિનાના વિઝા માટે અરજી કર્યા વગર પ્રવેશ કરવાની છૂટ આપે છે.
તેમણે આ સમાચારને બંને દેશ માટે સારા ગણાવતા કહ્યું, વધુને વધુ ભારતીય પ્રવાસીઓને સ્વાગત કરવા અર્જેન્ટિના તૈયાર છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 2:04 પી એમ(PM)
અર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા.
