હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર, ગુજરાત, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, પંજાબ અને સિક્કિમમાં પણ આગામી બે થી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.બીજી તરફ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત ઉત્તરપૂર્વ ભારતના કેટલાક સ્થળોએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર, કોંકણ, ગોવા, ઓડિશા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકવાની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 22, 2025 8:22 એ એમ (AM)
અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી