ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 17, 2025 2:26 પી એમ(PM)

printer

અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં અલગ અલગ સ્થળ પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં વિવિધ સ્થળ પર ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઈ શકે છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, આંતરિક કર્ણાટક, કેરળ, માહે, તમિળનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તંલેગાણામાં આજે ભારે વરસાદની સંભાવના છે.

જ્યારે આગામી સાત દિવસ ઉત્તર-પૂર્વ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. તેમજ વીજળીના કડાકા સાથે ઝડપી પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું, જમ્મુ-કાશ્મીર અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તરપ્રદેશના છૂટાછવાયા સ્થળ પર ગરમીનું મોજૂં ફરી વળવાની તથા બિહાર અને ઓડિશામાં ગરમ તેમજ ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ