ફેબ્રુવારી 20, 2025 3:48 પી એમ(PM) | અરુણાચલ પ્રદેશ

printer

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે. નિવૃત્ત રાજ્યપાલ કેટી પરનાયક આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હશે. મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
20 ફેબ્રુઆરી, 1987 ના રોજ અરુણાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ દિવસ નિમિત્તે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, બંને રાજ્યો ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. તેમણે આશા વ્યક્ત કરી કે, લોકો તેમના અસાધારણ કુદરતી વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરશે. રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી કે, બંને રાજ્યોના લોકો પ્રગતિ અને શ્રેષ્ઠતાના નવા અધ્યાય લખશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.