ડિસેમ્બર 11, 2025 7:36 પી એમ(PM)

printer

અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ટ્રક ખાડામાં પડી જતાં આસામના એકવીસ લોકોના મોત થયાની આશંકા

ચીનની સરહદે આવેલા અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ટ્રક ખાડામાં પડી જતાં આસામના એકવીસ લોકોના મોત થયાની આશંકા છે. ટ્રકમાં બાવીસ મજૂરો સવાર હતા. તાજેતરના અહેવાલો મુજબ, 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આપત્તિ વ્યવસ્થાપન દળે અને લશ્કરે બચાવ કામગીરી શરૂ કરી છે.
આ દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પુષ્ટિ કરી કે અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને અન્ય લોકો ગુમ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.