ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 19, 2024 8:14 પી એમ(PM) | અરુણાચલપ્રદેશ

printer

અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં અયોગ્ય માધ્યમોને રોકવાનાં અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું

અરુણાચલપ્રદેશ સરકારે આજે રાજ્યની વિધાનસભામાં અરુણાચલ પ્રદેશ જાહેર પરીક્ષાઓમાં (ભરતીમાંઅયોગ્ય માધ્યમોને રોકવાનાં પગલાં) અંગેનું વિધેયક 2024 રજૂ કર્યું છે,જેથી જાહેર પરીક્ષાઓમાં સંભવિત ગેરરીતિઓઅને અન્યાયી માધ્યમોને રોકવામાં આવે. અરુણાચલ પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર આજથીશરૂ થયું છે. સૂચિત કાયદામાં કેદ અને દંડની કડક જોગવાઈઓ છે,આવિધેયકમાં  આવા ગુનાઓની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતની નિયુક્તિ અંગે પણ જોગવાઈકરવામાં આવી છે. મુખ્યમંત્રીપેમા ખાંડુએ જણાવ્યું હતું કે જાહેર પરીક્ષાઓમાં પેપર લીક કરવાની અનિચ્છનીયપ્રથાને રોકવા માટે રાજ્ય સરકારની આ ખૂબ જ સારી પહેલ છે. તેમણે કહ્યું કે વિધેયકપસાર થયા પછી કોઈ પણ વ્યક્તિ પરીક્ષાની કામગીરીમાં ગરબડકરવાની હિંમત નહીં કરે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.