સપ્ટેમ્બર 22, 2025 7:48 પી એમ(PM)

printer

અરુણાચલની ધરતી માત્ર ઉગતા સૂરજની જ નહીં પણ દેશભક્તિનું ઉત્પત્તિ સ્થાન છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશમાં પાંચ હજાર 100 કરોડ રૂપિયાથી વધુની માળખાકીય સુવિધાની પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો. તેમાં ઊર્જા અને સ્થાનિક વિકાસમાં રાજ્યની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીએ શિ યૉમી જિલ્લામાં બે મુખ્ય જળ-વિદ્યુત પરિયોજનાઓ અને તવાંગમાં એક સંમેલન કેન્દ્રનું વર્ચ્યૂઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રીએ માર્ગ સંપર્ક, આરોગ્ય સેવા અને અગ્નિ સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રમાં એક હજાર 290 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનો પણ શુભારંભ કરાવ્યો.
બાદમાં ઈટાનગરમાં ઇન્દિરા ગાંધી પાર્કમાં એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, અરુણાચલની ધરતી માત્ર ઉગતા સૂરજની જ નહીં, પણ દેશભક્તિનું ઉત્પત્તિ સ્થળ પણ છે.
શ્રી મોદીએ કહ્યું, ભારતે વર્ષ 2030 સુધી સૌર, પવન અને જળવિદ્યુત પરિયોજનાઓના માધ્યમથી બિન-પરંપરાગત સ્ત્રોતથી 500 ગીગાવૉટ વિજળી ઉત્પાદનનો લક્ષ્યાંક છે.
આગામી પેઢીના વસ્તુ અને સેવા કર – GST ફેરફાર અંગે શ્રી મોદીએ કહ્યું, આ ફેરફારનો લાભ સૌથી વધુ મહિલાઓને થશે. ફેરફારથી માસિક ઘરેલુ ખર્ચ ઘટશે અને બચત થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.