ડિસેમ્બર 25, 2024 3:25 પી એમ(PM) | સિટી સિવિક સેન્ટર

printer

અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં સુશાસન દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અરવલ્લી જિલ્લામાં સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. મોડાસા નગરપાલિકાના જૂના મકાન ખાતે શરૂ થયેલા આ સેન્ટરમાં મિલકત વેરો, વ્યવસાયિક વેરો, જન્મ-મરણના પ્રમાણપત્ર સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે વધુ માહિતી આપી હતી. (બાઈટઃ ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી)