અરવલ્લી જિલ્લામાં ગૅસ લિકેજના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હૉસ્પિટલ દાખલ કરાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે હૉસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી. જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે, ધનસુરા-બાયડ રાજમાર્ગ પર આવેલા કૉલ્ડ સ્ટોરૅજમાં ઍમોનિયા ગેસ લિકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. જોકે, અગ્નિશમનદળની ટુકડીએ ગૅસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
Site Admin | માર્ચ 24, 2025 7:27 પી એમ(PM)
અરવલ્લી જિલ્લામાં ગૅસ લિકેજના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હૉસ્પિટલ દાખલ કરાયા હતા
