અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા છે. મોડાસા તાલુકાના લચ્છાઇ ગામે તુષાર ચૌહાણે 350 વીઘામાં ડ્રેગનફ્રુટ-જામફળની બાગાયતી ખેતી કરી છે. તેઓ જણાવી રહ્યા છે કે,તાઇવાન પ્રજાતિનું જામફળ અને ડ્રેગનફ્રુટનું વાવેતર ખૂબ સફળ રહ્યું છે. હાલમાં જામફળપણ બજારમાં પહોંચી રહ્યા છે અને બજારમાં તેની વધુ માગને કારણે સારા ભાવ મળી રહ્યા છે. શ્રી ચૌહાણે ઉમેર્યું, આ વાવેતરથી 20-25 જેટલાં લોકોને રોજગારી પણ મળી રહી છે.
Site Admin | ડિસેમ્બર 8, 2025 5:05 પી એમ(PM)
અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયતી પાક તરફ વળ્યા