અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. અરવલ્લી સાબરકાંઠા સાંસદ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સ્થાનિક આગેવાનો જોડાયા હતા. બાયડના અમરગઢથી શરૂ થયેલી માર્ચ બાયડ માર્કેટયાર્ડમાં સમાપ્ત થઈ હતી. 10 કિ.મી. ના માર્ચમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતા, લોકોએ સ્વાગત કર્યુ્ હતું. આ સાથે જ સમાપન સ્થળે એક સભા યોજાઈ હતી. જ્યાં સ્થાનિક મહિલાઓએ વિવિધ ચીજવસ્તુઓ ના સ્ટોલ લગાવ્યા હતા. જેનું સાંસદ સહિતના આગેવાનોએ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શોભના બારૈયાએ આ એકતા યાત્રાને એક અનોખો ભાવ પ્રદાન કરનારી ગણાવી હતી.
Site Admin | નવેમ્બર 23, 2025 2:50 પી એમ(PM)
અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું.