ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 6:21 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું કે, આ લાઈટ એન્ડ સાઉન્ડ શો દર્શનાર્થીઓને યાત્રાધામ શામળાજીનીઐતિહાસિક ઝાંખી જોવા મળશે.તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા, શામળાજી મંદિરનાવિકાસ માટે અત્યાર સુધીમાં વીસ કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યો થયા છે અને આગામીસમયમાં વધુ દસ કરોડ રૂપિયાનાં કામો થશે.તેમણે વધુમાં જણાવ્યું કે, રીંગ રોડ તેમજ મંદિર સુધી પહોંચવા દર્શનાર્થીઓનેતકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.