અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે મિસરી સખી મંડળની મહિલાઓ પ્રાકૃતિક સાબુ બનાવી રહી છે. અંજનાબેન પરમારના નેતૃત્વમાં આ સખીમંડળ દ્વારા પ્રાકૃતિક સાબુ બનાવાઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે આજના સમયમાં બજારમાં મળતા રાસાયણિક સાબુઓ ત્વચા માટે હાનિકારક છે અને તેમાં વપરાતા કેમિકલ્સથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. ત્યારે તેમણે નારિયેળ તેલ, ઔષધીય વનસ્પતિઓ, બદામ, કેસુડો, તુલસી વગેરેનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના સાબુ તૈયાર કર્યા.
Site Admin | જાન્યુઆરી 4, 2026 5:14 પી એમ(PM)
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે મિસરી સખી મંડળની મહિલાઓ પ્રાકૃતિક સાબુ બનાવી રહી છે.