આંબલિયારા ગામ નજીક બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા.
અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનધિ અંકિત ચૌહાણ જણાવે છે કે કારસાથે બાઇકની ટક્કર થતાં બાઈકમાં આગ લાગતાં બાઈકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં. ઘટનાની જાણ થતાં જ આંબલિયારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર કારચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 7:14 પી એમ(PM)
અરવલ્લી જિલ્લાના બાયડ-અમદાવાદ માર્ગ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત
