અરવલ્લીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું. તેના કારણે ડાબા કાંઠાના માલપુર અને બાયડ તાલુકામાં ત્રણ હજાર જેટલા ખેડૂતોને રવિ પાકના સિંચન માટે પાણી મળી રહેશે તેમ વાત્રક નહેર સિંચાઈ વિભાગના અધિકારી સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ 25 હજાર હૅક્ટરથી વધુ જમીનમાં દિવેલા, રાયડો, બટાકા, ઘઉં, મકાઈ અને ચણા જેવા પાકની વાવણી કરી છે.
Site Admin | જાન્યુઆરી 24, 2026 3:04 પી એમ(PM)
અરવલ્લીના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી 100 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું.