અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો હતો.. શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.. બાળ ક્રિષ્ણ લાલજીને ચાંદીના ફૂલોથી શણગારેલા પારણામાં પધરાવી ઝુલાવાયા હતા.. કાન્હાને પારણીએ ઝૂલતા બાળ કૃષ્ણને રમકડાં રમાડી પારણે ઝૂલાવ્યા હતા.. નંદોત્સવ બાદ શામળિયાની આરતી કરાઈ હતી. કાન્હાને પારણે ઝૂલાવવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને દર્શન કરી રહ્યાં હોવાનું શામળાજી મંદિરના પૂજારી પરેશભાઇએ જણાવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 17, 2025 3:27 પી એમ(PM)
અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે નંદોત્સવ ઉજવાયો હતો