અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ ગીરસોમનાથના વેરાવળમાં પડ્યો છે. સુત્રાપાડા અને તાલાલા તેમજ જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. માવઠાથી ખેડૂતોને ચિંતામાં મુકાયા છે. ભરૂચ જિલ્લાના વાગરામાં અને હાંસોટમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ડાંગર કાપણી કરવાનું કામ બંધ કર્યું છે. ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો. બીજી તરફ મોરબીના જોધપર પાસેનો મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જેથી 29 ગામને એલર્ટ કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)
અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ…