ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 5, 2025 9:59 એ એમ (AM)

printer

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા

રાજ્યભરમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે જે દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં 8 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના અમિરગઢમાં, વલસાડના કપરાડામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરના ઘોઘા અને સુરત શહેરમાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.તો બીજી તરફ અરબ સાગરમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બનતા પશ્ચિમ -દક્ષિણ- પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવનાને પગલે આવતીકાલ સુધીમાં તે ઉત્તર પશ્ચિમને અડીન આવેલા પશ્ચિમ- મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે.આવતીકાલની સવારથી તે ફરીથી વળાંક લઈને પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.માછીમારોને અરબી સમુદ્રના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં 7 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. 8 ઓકટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત નવસારી વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે જ શક્તિ વાવાઝોડાનું પોરબંદરમાં સંકટ ટળ્યું છે પણ દરિયામાં કરંટ હજુ પણ દેખાઈ રહ્યો છે. જે માટે બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહીને પગલે 6 અને 7 ઓક્ટોબરે ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન અને વરસાદ પડે તેવી શક્યતા છે.