ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં આજે ભવ્ય અને દિવ્ય દીપોત્સવ મનાવવામાં આવ્યો. પવિત્ર સરયુ નદીનાં 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવીને વધુ એક વાર વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો છે.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સરયુ નદીના કિનારે આરતી કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દેશ વિદેશનાં તમામ ભારતીયોને દીવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. એક સંદેશામાં સુશ્રી મુર્મુએ જણાવ્યું છે કે, દીવાળી ખુશી અને ઉત્સાહનો તહેવાર છે, જે અજ્ઞાન પર જ્ઞાનનાં વિજયનું પ્રતીક છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:34 પી એમ(PM)
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવ યોજાયોઃ 28 લાખ દીપ પ્રાગટ્ય સાથે વિશ્વવિક્રમ સર્જાયો
