ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 31, 2024 9:32 એ એમ (AM)

printer

અયોધ્યાના 55 ઘાટ પર 25 લાખથી વધુ દીવડા પ્રગટાવતા સાતમી વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો

ઉત્તરપ્રદેશ સરકારે ગઈકાલે દીપોત્સવ નિમિત્તે રામ કી પૈડી સહિત અયોધ્યાના 55 ઘાટ પર 25 લાખ 12 હજારથી વધુ દીવડા પ્રગટાવી સાતમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે વધુ એક વિશ્વ વિક્રમ બન્યો છે, જેમાં એક હજાર 121 બટુકોએ સરયૂ ઘાટ પર એક સાથે મહાઆરતી કરી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક કેબિનેટ મંત્રી અને મોટી સંખ્યામાં સંતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી યોગીએ કહ્યું હતું કે, દીપોત્સવ માત્ર અયોધ્યા અને ઉત્તરપ્રદેશ જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વ માટે વિશેષ આયોજન બની ગયું છે. તેમણે કહ્યું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં આ પહેલો દિપોત્સવ છે, જે આપણા માટે ગૌરવની ક્ષણ છે.