ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 23, 2024 2:13 પી એમ(PM)

printer

અમેરિકી સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને વર્ષ 2025 માટે સૌથી વધુ પસંદ વૈશ્વિક ગંતવ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે

અમેરિકી સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને વર્ષ 2025 માટે સૌથી વધુ પસંદ વૈશ્વિક ગંતવ્ય સ્થળ તરીકે માન્યતા આપી છે, જે મધ્યપ્રદેશના સમૃદ્ધ વારસા, અદભૂત વન્યજીવ અને મનોહર પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવે છે.
પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના મુખ્યસચિવ અને મધ્યપ્રદેશ પ્રવાસન બૉર્ડના વહીવટી સંચાલક શિવશેખર શુક્લાએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વૈશ્વિક માન્યતા પર્યટન સ્થળ તરીકે મધ્યપ્રદેશની સ્થિતિ મજબૂત કરશે. યુનેસ્કૉ વિશ્વ ધરોહર સ્થળ, ટાઈગર અનામત અને સાંસ્કૃતિક વારસાની સાથે મધ્યપ્રદેશ દરેક પ્રવાસીને અદભૂત અનુભવ આપે છે. વૉલ સ્ટ્રીટ જર્નલની માન્યતા ખાસ કરીને પ્રસિદ્ધ યુનેસ્કૉ વૈશ્વિક ધરોહર સ્થળ ખજૂરાહો, પન્ના અને બાંધવગઢના મહત્વને દર્શાવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.