વિશ્વભરમાં ચાલી રહેલી ઉથલ—પાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે. અમેરિકાની ક્રેડિટ ઍન્ડ રૅટિંગ ઍજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના જણાવ્યા મુજબ, ભારતનો કુલ ઘરેલું ઉત્પાદન—GDP વર્તમાન નાણાકીય વર્ષમાં સાડા છ ટકાના દરથી આગળ વધતો રહેશે.
ઍજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતનો વિકાસ દર સ્થિતિસ્થાપક રહ્યો છે. જોકે, કેટલીક અડચણોએ થોડા સમય માટે દેશ સામે પડકારની સ્થિતિ સર્જી હતી. ભારતે આર્થિક સુધારા, માળખાગત વિકાસ અને નીતિગત સુધારાઓને લાગુ કરીને વિકસિત દેશોની સરખામણીએ વૃદ્ધિ ગતિ જાળવી રાખી છે. અહેવાલ મુજબ, ભારત વૈશ્વિક વેપારમાં વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપતું રહેશે, આર્થિક વિકાસને વેગ આપશે અને રોજગારીની તકમાં વધારો કરશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:54 પી એમ(PM)
અમેરિકી સંસ્થાના અહેવાલ મુજબ, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે