જાન્યુઆરી 23, 2026 9:42 એ એમ (AM)

printer

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નિયંત્રિત માળખા હેઠળ ભારતને વેનેઝુએલાના તેલ વેચવા તૈયાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નિયંત્રિત માળખા હેઠળ ભારતને વેનેઝુએલાના તેલ વેચવા તૈયાર છે. કારાકાસ અને વોશિંગ્ટન વચ્ચે આ અઠવાડિયે 2 અબજ મૂલ્યના વેનેઝુએલાના ક્રૂડ, લગભગ 30-50 મિલિયન બેરલ, અમેરિકામા નિકાસ કરવા માટે કરાર થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અમેરિકન પ્રતિબંધો દ્વારા વેપારમાં ઘટાડો થયો તે પહેલાં ભારત વેનેઝુએલાના ક્રૂડનો મુખ્ય ખરીદદાર હતો. માંગમાં સતત વૃદ્ધિ વચ્ચે નવી શક્યતા ભારતની ઊર્જા આયાતને વૈવિધ્યસભર બનાવવામાં મદદ કરી શકે છે. જ્યારે વેનેઝુએલામાં વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર આવેલો છે, ત્યારે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઊર્જા ગ્રાહકોમાંનો એક છે અને તેની તેલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર ભારે આધાર રાખે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.