અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કંબોડિયા અને થાઇલેન્ડના નેતાઓ યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માટે તાત્કાલિક મળવા સંમત થયા છે.શ્રી ટ્રમ્પે બંને દેશો વચ્ચે ત્રણ દિવસના સંઘર્ષ પછી શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. થાઇલેન્ડના પ્રધાનમંત્રી ફુમથમ વેચાયચાઇએ શ્રી ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે થાઇલેન્ડ સૈદ્ધાંતિક રીતે યુદ્ધવિરામ માટે સંમત થયું છે. પરંતુ તેઓ ઇચ્છે છે કે કંબોડિયા પણ આ જ ઇરાદા સાથે આગળ આવે. ટ્રમ્પે કહ્યું કે તેમણે કંબોડિયાના અને થાઇલેન્ડના પ્રધાનમંત્રી સાથે વાત કરી છે અને તેમને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ ચાલુ રહેશે, તો તેઓ કોઈપણ દેશ સાથે વેપાર કરાર કરશે નહીં. કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે સંઘર્ષમાં 30 થી વધુ લોકો માર્યા ગયા છે અને 1.3 લાખ લોકો વિસ્થાપિત થયા છે.
Site Admin | જુલાઇ 27, 2025 9:18 એ એમ (AM)
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કંબોડિયા અને થાઈલેન્ડને સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી- બને દેશના નેતાઓ યુદ્ધવિરામ પર ચર્ચા કરવા સંમત થયા
