મે 17, 2025 6:33 પી એમ(PM)

printer

અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો જટિલ અને અંતિમ નિર્ણયથી ઘણી દૂર છે : વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો જટિલ અને અંતિમ નિર્ણયથી ઘણી દૂર છે. શ્રી જયશંકરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર ટિપ્પણી કરતા આ વાત કહી જેમાં, શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અમેરિકન માલ પરના તમામ ટેરિફ દૂર કરવાની ઓફર કરી છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે અને કોઈ પણ વેપાર કરાર ફાયદાકારક અને બંને દેશોના હિતમાં હોવો જોઈએ.

અગાઉ, શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ હાલમાં કોઈપણ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉતાવળ કરશે નહીં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.