અમેરિકા, યુક્રેન અને ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના મુસદ્દા પર ચર્ચા કરશે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ હાજરી આપશે.
યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના કાર્યાલયના વડા એન્ડ્રી યરમક અને અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓ કરી રહ્યા છે. ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના E3 ગઠબંધનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો યુરોપિયન સંઘ સાથે ચર્ચામાં જોડાશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેએ કહ્યું કે તેઓ આજે શાંતિ યોજના વિશે ઝેલેન્સકી સાથે વાત કરશે.
યુરોપિયન અને અન્ય પશ્ચિમી નેતાઓએ કહ્યું છે કે રશિયાની મુખ્ય માંગણીઓને સમર્થન આપતી અમેરિકી શાંતિ યોજના પર વધુ કામ કરવાની જરૂર છે, કારણ કે તેઓ કિવ માટે વધુ સારો સોદો ઇચ્છે છે. વાટાઘાટો પહેલાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે યુક્રેન તેની ગરિમા અને સ્વતંત્રતા ગુમાવવાનું અથવા યોજના માટે વોશિંગ્ટનનો ટેકો ગુમાવવાનું જોખમ ધરાવે છે.
રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ યોજનાને સંઘર્ષના ઉકેલ માટેનો આધાર ગણાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 28-મુદ્દાની યોજનાને મંજૂરી આપવા માટે ગુરુવાર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.
Site Admin | નવેમ્બર 23, 2025 7:43 પી એમ(PM)
અમેરિકા, યુક્રેન ઉચ્ચ અધિકારીઓ અને ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો આજે જીનેવામાં યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાના મુસદ્દા પર ચર્ચા કરશે.