ઓક્ટોબર 11, 2024 2:02 પી એમ(PM) | America | Cyclone | milton

printer

અમેરિકા: મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી, 30 લાખ ઘરોમાં અંધારપટ

અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 30 લાખ ઘરોમાં અંધારપટ છવાયો હોવાના અહેવાલ છે.

આ વાવાઝોડું બુધવારે રાતે ફ્લોરિડાના પશ્ચિમ તટ ઉપરથી પસાર થયું હતું, જ્યા તે નબળું પડ્યું હતું. આગામી કેટલાક કલાકોમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તેને સદીનું સૌથી ભયંકર તોફાન ગણાવ્યું છે. ગૃહ સુરક્ષા સલાહકાર અને આપત્તી નિવારણ એજન્સીએ રાષ્ટ્રપતિને ગઈકાલની સ્થિતિ તેમજ હાલમાં ચાલી રહેલા રાહત તેમજ બચાવકામો વિશે માહિતી આપી હતી.