ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 26, 2024 7:16 પી એમ(PM) | અમેરિકા

printer

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી

અમેરિકા, ફ્રાંસ અને તેમના સાથી દેશોએ ઈઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચેની લડાઈ વધુ ઘાતક બનતા તત્કાળ અમલમાં આવે તે રીતે 21 દિવસનો યુદ્ધ વિરામ અમલમાં મુકવાની અપીલ કરી છે.
અમેરિકા, યુરોપિયન સંઘ અને આરબ દેશોએ પણ સંયુક્ત રીતે બહાર પાડેલા નિવેદનમાં ઇઝરાયેલ અને લેબનોન સરકારને હંગામી ધોરણે તત્કાળ યુદ્ધ વિરામ જાહેર કરવાની અપીલ કરાઈ છે.
અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, લેબનોનમાં 21 દિવસનો યુદ્ધ વિરામ જો અમલમાં આવે તો છેલ્લા કેટલાંક મહિનાથી ગાઝા વિસ્તારમાં ચાલી રહેલ લડાઈમાં સંઘર્ષ વિરામની તકો ઉજળી બનશે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને હિજબુલ્લાહ વચ્ચે ચાલી રહેલી લડાઈ પ્રાદેશિક સ્તરના યુદ્ધમાં ફેરવાય તેવી ભિતી સેવાય છે.