અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, બેઇજિંગ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવાની તેમની ઇચ્છા હોવા છતાં, અમેરિકા 1લી નવેમ્બરથી ચીનના માલ પર 155 ટકા ટેરિફ લાદશે. રશિયાના સૌથી મોટા તેલ આયાતકાર તરીકે ચીનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા, અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ટેરિફ, વર્ષોથી ચાલી આવતી એકપક્ષીય વેપાર પ્રથાઓનો જરૂરી પ્રતિભાવ છે, જેના કારણે અમેરિકાને આર્થિક નુકસાન થયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અગાઉની સરકારોએ ચીનને અમેરિકાનું આર્થિક રીતે શોષણ કરવાની મંજૂરી આપી હતી અને હવે કડક પગલાં લેવાની જરૂર છે.
ટ્રમ્પે સમાન વ્યૂહરચનાઓના આધારે યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે સફળ કરારોનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક લાભના સાધન તરીકે ટેરિફનો બચાવ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેરિફથી અમેરિકામાં અબજો ડોલર આવ્યા છે અને રાષ્ટ્રીય દેવું ઘટાડવામાં મદદ મળશે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 9:03 એ એમ (AM)
અમેરિકા પહેલી નવેમ્બરથી ચીનના માલ પર 155 ટકા ટેરિફ લાદશે
