ટ્રમ્પ વહીવટી તંત્રએ તાઈવાનને દસ અબજ ડૉલરથી વધુના મોટા શસ્ત્ર જથ્થાના વેચાણની જાહેરાત કરી છે. અમેરિકાના આ પગલાંથી ચીનને આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ગત રાત્રે 82 ઉચ્ચ ગતિશીલતાની દારૂગોળા રૉકેટ પ્રણાલિ અને 420 સૅના મિસાઈલ પ્રણાલિ સહિત આઠ હથિયાર વેચાણ સમજૂતી કરારની જાહેરાત કરી. આ શસ્ત્રોની કિંમત ચાર અબજ ડૉલરથી વધુની છે. રશિયાથી પોતાની રક્ષા કરવા અમેરિકાએ બાઈડન વહીવટી તંત્રના સમયગાળામાં આ શસ્ત્રો યુક્રેનને અપાયા હતા.
ચીનના વિદેશ મંત્રાલયે આ નિર્ણયની ટીકા કરતા જણાવ્યું, આ ચીન અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધનું ઉલ્લંઘન છે. આ વેચાણ ચીનના સાર્વભૌમત્વ, સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા તથા સ્થિરતા માટે જોખમી છે. રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ચીન સાથેના તણાવમાં ઉતાર-ચઢાવ આવતો રહ્યો છે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 7:49 પી એમ(PM)
અમેરિકા તાઈવાનને 10 અબજ ડૉલરથી વધુના શસ્ત્રોનું વેચાણ કરશે.