ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 2:17 પી એમ(PM) | અમેરિકા ટપાલ સેવા

printer

અમેરિકા ટપાલ સેવાએ મોટા વેપાર વિક્ષેપના ભયના કારણે, ચીન અને હોંગકોંગથી આવતા પાર્સલને સ્થગિત કરવાના નિર્ણયથી પીછેહઠ કરી છે

અમેરિકા ટપાલ સેવાએ મોટા વેપાર વિક્ષેપના ભયના કારણે, ચીન અને હોંગકોંગથી આવતા પાર્સલને સ્થગિત કરવાના નિર્ણયથી પીછેહઠ કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર, ચીન અને હોંગકોંગથી આવતા માલસામાનને સ્થગિત કરવાનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા ટેરિફનું પરિણામ હતું.
ટેરિફની સાથે, શ્રી ટ્રમ્પે ઓછી કિંમતના માલસામાન સાથે ડ્યુટી-ફ્રી મુક્તિ પણ ઘટાડી છે, જે વધુ પડતાં ઓનલાઈન રિટેલર્સ તરફથી આવે છે. ગઈકાલે, USPSએ જણાવ્યું કે, નવા ચીન ટેરિફ માટે એક કાર્યક્ષમ વસૂલાત વ્યવસ્થા સ્થાપિત કરી શકાય અને પેકેજ ડિલિવરીમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડે એટલે તે કસ્ટમ્સ અને સરહદ સલામતીના રક્ષણ સાથે કામ કરી રહ્યું છે.