અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે બળનો ઉપયોગ કરશે નહી. વોશિંગ્ટનને આ ટાપુની માલિકી આપવાની તેમની માંગને દોહરાવી છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધતા શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ ગ્રીનલેન્ડના હક્ક માટે ચર્ચા કરવા માટે તાત્કાલિક વાટાઘાટો ઇચ્છે છે. ગ્રીનલેન્ડએ ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે, જે અમેરિકાનો સાથી છે. અમેરિકા અને ડેનમાર્ક 32 ઉત્તર અમેરિકન અને યુરોપિયન દેશોમાં શામેલ છે, જે લશ્કરી જોડાણ, નાટો બનાવે છે. ટ્રમ્પે વારંવાર ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ પર એના હક્કની વાત કરી છે.
Site Admin | જાન્યુઆરી 22, 2026 9:29 એ એમ (AM)
અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે વાતચીત માટે તૈયાર