અમેરિકા અને યુરોપિયન સંઘ- EU વચ્ચે વ્યાપક વેપાર કરાર થયો છે. જે મુજબ અમેરિકામાં યુરોપિયન સંઘથી આયાત થતી મોટાભાગની વસ્તુઓ પર 15 ટકા વેરો લાગશે.રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને EUના વડા ઉર્સુલા વોન ડેર લેયેને ગઈકાલે રાત્રે વેપાર કરારની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે જાપાનથી થતી આયાત પર પણ 15 ટકા વેરો લાગશો. તેમણે કહ્યું કે EU અમેરિકા પાસેથી 750 બિલિયન ડોલરની ઊર્જા ખરીદવા સંમત થયું છે. આ સાથે, બંને દેશ 600 બિલિયન ડોલરના વધારાના રોકાણ કરાર પર પણ સંમત થયા છે.
Site Admin | જુલાઇ 28, 2025 9:22 એ એમ (AM)
અમેરિકા અને યુરોપિયન સંઘ- EU વચ્ચે વ્યાપક વેપાર કરાર થયો
