એક આશ્ચર્યજનક સફળતામાં, અમેરિકા અને ચીન આજે પ્રારંભિક 90 દિવસના સમયગાળા માટે એકબીજાની ચીજવસ્તુઓપરનીજકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત થયા છે. આ નિર્ણયને પગલે વેપાર યુધ્ધહળવું બન્યું છે અને વૈશ્વિક શેર બજારોને વેગ આપ્યો છે.વિશ્વનાં ટોચનાંબે અર્થતંત્રોના અધિકારીઓ દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં ગયા સપ્તાહના અંતેવેપાર મુદ્દે સઘન સોદાબાજી બાદ આ જાહેરાત થઈ છે.સંયુક્ત નિવેદનપ્રમાણે, અમેરિકા ચીનની વસ્તુઓ પરની જકાત બુધવારથી 145 ટકાથી ઘટાડીને 30 ટકા કરશે,જ્યારે ચીન અમેરિકાની ચીજોની આયાત પરની જકાત 125 ટકાથી ઘટાડીને 10 ટકા કરશે.
Site Admin | મે 12, 2025 7:31 પી એમ(PM)
અમેરિકા અને ચીન 90 દિવસ માટે એકબીજાની ચીજવસ્તુઓ પરની જકાતમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત