ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 10, 2025 2:16 પી એમ(PM)

printer

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને ઉકેલવાના હેતુથી લંડનમાં વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને ઉકેલવાના હેતુથી લંડનમાં વાટાઘાટોનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટો પર સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે.
ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેના ફોન કોલને પગલે વાટાઘાટો શરૂ થઈ છે. વોશિંગ્ટન અને બેઇજિંગ ગયા મહિને જીનીવામાં થયેલા કામચલાઉ યુદ્ધવિરામને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ