અમેરિકા અને ચીન આજે સ્વિડનના સ્ટૉકહૉમમાં વેપાર વાટાઘાટનો નવો તબક્કો શરૂ કરશે. અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બૅસેન્ટ અને ચીનના નાયબ પ્રધાનમંત્રી હૅ લિફૅન્ગ આ વાતચીતમાં સામેલ થશે.
અમેરિકા અને ચીન વચ્ચે આ વાટાઘાટ યુરોપિયન સંઘ અને જાપાનની સાથે અમેરિકાના વેપાર કરાર પર હસ્તાક્ષર થયા બાદ તરત જ થઈ રહી છે. આ બેઠકમાં બંને દેશ વર્તમાન વેપાર યુદ્ધવિરામના 90 દિવસ લંબાવવા પર સંમત થઈ શકે છે. વર્તમાન કરાર આગામી 12 ઑગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે.
Site Admin | જુલાઇ 28, 2025 2:13 પી એમ(PM)
અમેરિકા અને ચીન આજે સ્વીડનમાં વેપાર વાટાઘાટનો નવો તબક્કો શરૂ કરશે.