અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ વચ્ચે ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે આ કરારને ઔપચારિક સ્વરૂપ અપાયું હતું.આ કરારનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે પુરવઠા શ્રૃંખલાની સુરક્ષા, ઉર્જા સ્વતંત્રતા અને લશ્કરી સહયોગને વધારવાનો છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, મહત્વપૂર્ણ ખનિજોના કરાર પર ચાર-પાંચ મહિનાથી કામ ચાલી રહ્યું છે. વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પાડેલ દસ્તાવેજ અનુસાર, બંને સરકારો સંયુક્ત રીતે મહત્વપૂર્ણ ખનિજ પ્રોજેક્ટ્સમાં ત્રણ બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરશે, જેનું કુલ અંદાજિત 53 બિલિયન ડોલરનું મૂલ્ય છે. પ્રધાનમંત્રી અલ્બેનીઝે કહ્યું, 8.5 બિલિયન ડોલરનો એક પ્રોજેક્ટ પ્રગતિમા છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 9:26 એ એમ (AM)
અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ અંગે 8.5 બિલિયન અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા