અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટોનો નવો તબક્કો આજે ઓમાનમાં શરૂ થશે. ઓમાનની મધ્યસ્થી હેઠળ ત્રણ મેના રોજ રોમમાં યોજાનારી ચોથી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે, ઓમાન દ્વારા આજની વાતચીતની તારીખનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને બંને પક્ષોએ સ્વીકારી લીધો હતો.
આ વાતચીત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ખાડી દેશોની મુલાકાત પહેલા થઈ રહી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 13 મેથી સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે
Site Admin | મે 11, 2025 9:33 એ એમ (AM)
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટોનો નવો તબક્કો આજે ઓમાનમાં શરૂ થશે