નવેમ્બર 11, 2025 8:18 પી એમ(PM)

printer

અમેરિકામાં સેનેટે સરકારી શટડાઉન સમાપ્ત કરવા કામચલાઉ ભંડોળ વિધેયકને મંજૂરી આપી

અમેરિકામાં સેનેટે સરકારી શટડાઉન એટલે કે બંધ સમાપ્ત કરવા કામચલાઉ ભંડોળ વિધેયકને મંજૂરી આપી છે. આ વિધેયક પસાર થવાથી સરકારી કામકાજ ફરીથી શરૂ થઈ શકશે. સેનેટે વિધેયકને 40ની સરખામણીએ 60 મતથી પસાર કર્યું. હવે આ વિધેયક પ્રતિનિધિ સભામાં મોકલાશે, જ્યાં આવતીકાલે મતદાન થઈ શકે છે.
આ વિધેયક પસાર થવાથી સરકારને 30 જાન્યુઆરી સુધી ખર્ચ માટે ભંડોળ મળશે. અમેરિકામાં અત્યાર સુધી સૌથી લાંબા સમય સુધી રહેલા શટડાઉનના કારણે સરકારી કામકાજ પહેલી ઑક્ટોબરથી ઠપ પડ્યું છે. ડેમોક્રેટ સભ્યોએ રિપબ્લિકન સભ્યોના ખર્ચ વિધેયકનું સમર્થન કરવાથી ઇનકાર કરી દીધો હતો. ડેમોક્રેટ્સનું માનવું છે કે, ખર્ચ વિધેયક પસાર થવાથી લાખો લોકો માટે આરોગ્ય સેવા સહાયતા પર કાપ મુકાશે.