અમેરિકામાં સરકારી શટડાઉનને કારણે એરલાઇન્સે 1700 થી વધુ ઉડાનો રદ કરી છે. પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓની અછતને કારણે હજારો ઉડાન મોડી પડી હતી. આ કારણે ગઈકાલે ન્યુયોર્ક શહેરના ત્રણ મુખ્ય વિમાનીમથક – નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ, લાગાર્ડિયા અને જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ – પરથી ઉડાનો મોડી પડી હતી. શિકાગો, ડેનવર, ડલ્લાસ-ફોર્ટ વર્થ, લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, બોસ્ટન, ફોનિક્સ, સિએટલ અને ઓર્લાન્ડોના મુખ્ય વિમાનીમથક પર પણ વિક્ષેપ પડ્યો હતો.
અમેરિકન ટ્રાન્સપોર્ટના સચિવ સીન ડફીએ કહ્યું છે કે જો કોંગ્રેસ બજેટ મડાગાંઠનો ઉકેલ નહીં લાવે, તો આ સંખ્યા 15 થી 20 ટકા સુધી વધી શકે છે.
Site Admin | નવેમ્બર 9, 2025 7:50 પી એમ(PM)
અમેરિકામાં સરકારી શટડાઉનને કારણે એરલાઇન્સે 1 હજાર 700 થી વધુ ઉડાનો રદ કરી