ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 5, 2024 2:32 પી એમ(PM)

printer

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન, કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો જંગ

અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પક્ષના કમલા હેરીસ વચ્ચે સીધો જંગ છે. ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચથી સાડા સાત વાગ્યા વચ્ચે મતદાન શરૂ થશે, જે ભારતીય સમય અનુસાર વહેલી સવારે સાડા પાંચથી સાડા નવ વાગ્યા વચ્ચે પૂર્ણ થશે. લાખો મતદારો પહેલા જ પોસ્ટ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની વિશેષ પ્રક્રિયા છે, જેને ઇલેક્ટ્રોરલ કૉલેજ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 538 ઇલેક્ટ્રોરલ કૉલેજમાં 270 કે તેથી વધુ મત જરૂરી છે. મતનીગણતરી છ જાન્યુઆરીએ સંસદના સંયુક્ત સત્રમાં થશે. જે ઉમેદવારના મતોની સંખ્યા 270 સુધી પહોચી જશે, તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખનો ચાર વર્ષનો કાર્યકાળ 20 જાન્યુઆરીથી શરૂ થશે.